FASTag

કાર વેચતા પહેલાં FASTagનું શું કરવું જોઇએ?

કાર વેચતા પહેલાં FASTagનું શું કરવું જોઇએ?

શું તમે તમારી કાર વેચવાના છો અથવા તાજેતરમાં તમારી કાર વેચી છે? આવી સ્થિતિમાં, તમે વિચારતા હશો કે તેના પર લગાવવામાં આવેલા FASTagનું શું થશે.



તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે પહેલા ટેગ જારી કરનાર બેંકને તેના વિશે જાણ કરવી પડશે અને એકાઉન્ટ બંધ કરાવવું પડશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તેની વેબસાઈટ પર આ માહિતી આપી છે.

કાર વેચતી વખતે FASTag નું શું કરવું?

જો તમે તમારું વાહન વેચ્યું છે અથવા ટ્રાન્સફર કર્યું છે, તો તમારે તરત જ FASTag ડિએક્ટિવેટ અથવા બંધ કરાવી દેવું જોઈએ. જો તમે આમ નહીં કરો, તો તે જ ખાતામાંથી ટોલ પેમેન્ટ કાપવાનું ચાલુ રહેશે.

એટલે કે તમારા ખાતામાંથી પૈસા કપાતા રહેશે. વાસ્તવમાં, ટોલ પેમેન્ટ એ જ સોર્સ એકાઉન્ટમાંથી કાપવામાં આવશે જે FASTag એકાઉન્ટ સાથે લિંક છે.

એટલું જ નહીં, જ્યાં સુધી તમારું FASTag એકાઉન્ટ લિંક હશે ત્યાં સુધી તમારી કારનો નવો માલિક પણ કાર માટે નવુ FASTag મેળવી શકશે નહીં. કારણ કે વાહન સાથે માત્ર એક જ એક્ટિવ FASTagને લિંક કરી શકાય છે.

આવી રીતે બંધ કરો FASTag એકાઉન્ટ

આમ તો, અલગ અલગ સર્વિસ પ્રોવાઇડર્સ પાસે FASTag લિંક્ડ એકાઉન્ટ અથવા ઇ-વોલેટને બંધ અથવા ડિએક્ટિવેટ કરવા માટેની અલગ અલગ પ્રક્રિયા છે. પરંતુ, સૌથી સામાન્ય રીતોમાંની એક એ છે કે તમે તમારા FASTag પ્રોવાઇડરના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરો અને FASTag લિંક કરેલ એકાઉન્ટને બંધ કરવા અથવા ડિએક્ટિવેટ કરવા માટેની રિકવેસ્ટ સબમિટ કરો.




  • FASTag એકાઉન્ટ બંધ કરવા માટે, તમારે પહેલા કસ્ટમર કેર સર્વિસને કૉલ કરવો પડશે.
  • MoRTH/NHAI/IHMCL એ FASTag સંબંધિત ફરિયાદોના નિવારણ માટે હેલ્પલાઇન નંબર 1033 શરૂ કર્યો છે.
  • FASTag સંબંધિત કોઈપણ ચિંતા માટે ગ્રાહકો સીધો 1033 ડાયલ કરી શકે છે.
  • FASTag સાથે જોડાયેલ મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરો
  • તમારી FASTag જારી કરનાર બેંકની મોબાઇલ એપ્લિકેશન અથવા પ્રીપેડ વોલેટમાં લોગ ઇન કરો
  • હવે તમારા FASTag એકાઉન્ટને કેન્સલ કરવા માટેના સ્ટેપ્સને ફોલો કરો.
  • FASTag જારી કરતી બેંકના ઑનલાઇન FASTag પોર્ટલ પર લૉગ ઇન કરો
  • તમે તમારા FASTag જારી કરનાર બેંકના ઑનલાઇન પોર્ટલ પર પણ લૉગ ઇન કરી શકો છો.
  • ત્યાં તમારે તમારું FASTag એકાઉન્ટ બંધ કરવા માટે જરૂરી સ્ટેપ્સ ફોલો કરવા પડશે.




 

FASTag શું છે?

આ સાથે તમને જણાવી દઈએ કે FASTag એક સ્ટીકર છે, જે તમારી ગાડીની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. જ્યારે તમે નેશનલ હાઇવે પર મુસાફરી દરમિયાન કોઈપણ ટોલ ક્રોસ કરો છો, ત્યારે ત્યાં લાગેલુ સ્કેનર ડિવાઇસ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનીક દ્વારા ગાડી પરના સ્ટીકરને સ્કેન કરે છે. આ સાથે, તમારે દરેક જગ્યાએ ઉભા રહીને પેમેન્ટ કરવાની જરૂર નથી રહેતી.




 

Leave a Reply