Farmer Smartphone Scheme Gujarat

Farmer Smartphone Scheme Gujarat | ખેડૂત મોબાઈલ સહાય યોજના

Farmer Smartphone Scheme Gujarat @ikhedut | ખેડૂત મોબાઈલ સહાય યોજના

Khedut Sahay Yojana | Know Your Farmer Scheme | Farmer Smartphone Sahay Yojana | ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય । Ikhedut Portal 2021

Farmer Smartphone Scheme Gujarat | ખેડૂત મોબાઈલ સહાય યોજના

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે ikhedut portal બનાવેલ છે.

જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત સરકારી ઠરાવ તા-20/11/2021 ના રોજ કરવામાં આવેલ છે.

Khedut Mobile Sahay Yojana

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી ટેકનોલોજીના ઉપયોગ થકી નવી તકનીક અપનાવી રહ્યા છે.

આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

ખેડૂતો smartphone ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

Khedut Smartphone Yojana નો હેતુ

ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

યોજનાનું નામ Gujarat Farmer Smartphone Scheme  
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
સ્માર્ટફોનની ખરીદી પર 10% ટકા અથવા રૂ.1500 સુધી સહાય
લાભાર્થી રાજ્યના ખેડૂતો
સહાય રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.1500/- અથવા 10 % સુધી સહાય.
ઓફિશીયલ વેબસાઈટ Click Here
Apply Online Now Apply Online

ખેડૂત મોબાઈલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ ખેડૂત દ્વારા સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવામાં આવશે. ખેડૂત ખાતેદાર દ્વારા એક સ્માર્ટફોન ખરીદી પર સહાય મળવાપાત્ર થશે. જેમાં રૂપિયા 15,000/- સુધીના Smart Phone ની ખરીદી પર 10% સહાય અથવા રૂપિયા 1500/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

દા.ત:- કોઈ ખેડૂત દ્વારા રૂ.8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 10% મુજબ રૂ. 800 સહાય મળશે. જ્યારે કોઈ લાભાર્થી ખેડૂત દ્વારા રૂપિયા 16,000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો 10% લેખે રૂ.160પ થાય પણ નિયમોનુસાર રૂપિયા 1500 ની સહાય મળશે.

Farmer Smartphone Scheme Required Documents

Krushi ane Sahkar Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • 8-અ ની નકલ

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો

આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે ઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
  • નિયત સમયમાં SmartPhoneની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
  • સહી કરેલ પ્રિંટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.

Last Date Online of Farmer Smartphone Yojana

ખેડૂતોને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મોબાઈલ ખરીદી પર સહાય આપવામાં આવશે. જેની Online Application ઈ-ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તારીખ-26/11/2021 થી 19/12/2021 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થઈ જશે જેની નોંધ ખેડૂતોએ લેવાની રહેશે.

FAQ Of Smartphone Sahay Yojana

ખેડૂતો માટે નવી મુકાયેલી યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે લાભ કોને મળે, કેવી રોતે મળે વગેરે. જેમાં મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.

ખેડૂતો સ્માર્ટફોન સહાય ક્યારે અમલમાં આવેલ છે?
આ યોજના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા તા-20/11/2021 ના રોજ અમલમાં મુકાયેલ છે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે?
ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 10℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 1500 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.

Khedut Mobile Sahay Yojana નો લાભ લેવા કેવી રીત અરજી કરવાની રહેશે.?

આ યોજનાનો લાભ લેવા માટે ઇખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Farmer Smartphone Scheme ની ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ કઈ જગ્યાએ જમા કરવાની રહેશે?
આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લાભાર્થી ખેડૂતે સહી કરીને ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાના તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) જમા કરવાની રહેશે.

Leave a Reply