Who is new Chief Minister of Gujarat?

Who is new Chief Minister of Gujarat?: જુઓ વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, ભુપેન્દ્ર યાદવે શું કહ્યું?

 

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીના (Vijay Rupani resign)મા બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ (Who is the new Chief Minister of Gujarat?) તે મામલે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રીના પદ માટેની રેસમાં નીતિન પટેલ (Dy CM Nitin Patel), મનસુખ માંડવીયા (Mansukh Mandaviya), સી.આર. પાટીલ (C R Patil), પ્રફૂલ પટેલ જેવા દિગ્ગજ નેતાઓના નામ પ્રમુખ દાવેદારમાં માનવામાં આવી રહ્યા છે. ત્યારે રાજીનામા બાદ રાજ્યના અન્ય મોટા નેતાઓ વજુભાઈ વાળા, પરષોત્તમ રૂપાલા, અમને ભુપેન્દ્ર યાદવે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તો જોઈએ તેમણે શું કહ્યું?





આવતીકાલે નવા સીએમનું નામ ખબર પડી જશે : રૂપાલા

સૌપ્રથમ પુરષોત્તમ રૂપાલાની વાત કરીએ તો, તેમણે રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ મોટું નિવેદન આપ્યું છે. રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું. જોકે, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની વાત કરી છે.

ગઈકાલે સાંજે જ રૂપાણીને રાજીનામું આપવાનું કહી દેવાયું હતું

News18 gujaratiને મળેલી Exclusive માહિતી અનુસાર, ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે.

તેમણે ગઈકાલે સાંજે જ સીએમ વિજય રૂપાણીને રાજીનામું આપવા કહ્યું હતું, જોકે સીએમ રૂપાણીએ તેમને થોડો સમય આપવા માટે કહ્યું હતું. આ સિવાય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી.

બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત આવ્યા હતા, અને ગઈકાલ સાંજથી જ પાર્ટીમાં વિજય રૂપાણીના રાજીનામાની રૂપરેખા તૈયાર થઈ ગઈ હતી.




મીડિયામાં ચાલતા નામથી અલગ નામ પણ હોઈ શકે છે : વજુભાઈ વાળા

તો રૂપાણીના રાજીનામા બાદ વજુભાઈ વાળાએ કહ્યું છે કે, મીડિયામાં જે નામોની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.

સીએમ વિજય રૂપાણીએ શું કહ્યું

તેમણે રાજીનામું આપતા કહ્યુ છે કે તેઓ પાર્ટી સોંપે તે કામ કરતા રહેશે. આ સાથે જ તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો આભાર માન્યો હતો.

રાજ્યપાલને મળીને બહાર આવેલા વિજય રૂપાણીને જ્યારે પ્રશ્ન પૂછાયો કે તેમણે રાજીનામું અપ્યું છે કે લઈ લેવાયું છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “મેં રાજીખુશીથી રાજીનામું આપ્યું છે.

ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે તે પોતાના કાર્યકર્તાને નવી નવી જવાબદારી સોંપે છે. હવે મારી જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે. હું પક્ષ કહેશે તે કામ કરતો રહીશ.”

ભુપેનેદ્ર યાદવનું નિવેદન




Source

Leave a Reply