bhurakhiya hanuman

ભુરખિયા હનુમાન દાદાના મંદિરનો પ્રાચીન ઇતિહાસ

ભુરખિયા હનુમાન દાદાના મંદિરનો પ્રાચીન ઇતિહાસ

અમરેલી જિલ્લા ના મુ ભૂરખીયા તા લાઠી ખાતે પ્રસિદ્ધ ભુરખીયા હનુમાન દાદા નું મંદિર આવેલ છે જે આશરે ૪૦૦ વર્ષ પુરાણુ છે. ભૂરખીયા દાદા , મુ ભુરખિયા તા. લાઠી જી અમરેલી ના સિદ્ધ હનુમાન સૌરાષ્ટ્ર ના વિવિધ હનુમાન જી ના મંદિર પૈકી નું સિદ્ધ મંદિર છે. જે રીતે બોટાદ ખાતે આવેલ સારંગપુર હનુમાનજી મંદિર પ્રસિદ્ધ છે અને તેનું ખાસ મહાત્મ્ય છે અને સ્વામિનારાયણ ના સંત દ્વારા સ્થપાયેલ છે તે રીતે આ મંદિર પણ શ્રદ્ધા નું કેન્દ્ર છે.

જે રાજકોટ થી આશરે ૧૧૦ કિમી અને અમરેલી થી ટ્રેન રસ્તે ૩૦ કિમી દૂર આવેલ છે. અને સમંદર થી રોડ મારફતે ૮ કિમી દૂર છે.




મંદિર ખાતે ભોજન વ્યવસ્થા છે. અહીં વાતાવરણ પવિત્ર અને શાંત છે અને દર્શન નો એક લાહવો છે.

ભુ એટલે જમીન અને રખીયા એ રક્ષ્ય એટલેકે રક્ષણ કરે તે આમ આજુ બાજુ ના લોકો ની જમીન અને જા ન માલ નું રક્ષણ કરવા વાળા એ પરથી નામ “ભૂરખિયા” હનુમાન એવું પડ્યું.

તે દામનગર અમરેલી રોડ પર આવેલું આશરે ૪૦૦ વર્ષ જૂનું મંદિર છે. સંવત ૧૬૪૨ માં રામાનુજ સંપ્રદાય ના સાધુ પૂજ્ય સંત શ્રી દામોદર દાસજી દ્વારા સ્થાપના કરવા માં આવેલ.

તેઓ સૌરાષ્ટ્ર ની ભ્રમણ યાત્રા માં હતા ત્યારે સ્વપ્ન માં હનુમાનજી આવેલ અને તેઓ દ્વારા ગામ લોકો ને વાત કરી અને ચૈત્ર સુદ પૂનમ વિક્રમ સવંત ૧૬૪૨ માં હનુમાન જી ની મૂર્તિ પ્રગટ થયેલ અને ત્યાં પૂજા કરી સ્થાપના કરવામાં આવી.

આમ હનુમાનજી સાક્ષાત સ્વરૂપ બિરાજમાન છે. ભુરખીયા હનુમાન મંદિર




ભુરખીયા હનુમાન મંદિર

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ:

ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ મંદિર આવેલ છે. લાઠીથી સતત ભુરખીયાનો વાહન વ્યવહાર ચાલુ હોય છે. જેથી લાઠીથી ભુરખીયા ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી તથા દામનગર તરફથી આ સ્થળ ૬ કી.મી. થાય છે. ત્યાંથી વાહન સુવિધા સતત ચાલુ જ હોય છે.

અંતર કી.મી.(જિલ્લા કક્ષાએથી) :

જિલ્લા કક્ષાએથી ભુરખીયા મંદિર ૩૪ કી.મી. અંતરે આવેલ છે.




અગત્યનો દિવસ :
ચૈત્ર માસની પુનમ એટલે કે હનુમાન જયંતિ અહીંનો શ્રેષ્ઠ દિવસ છે. અહીં વિશાળ પ્રમાણમાં ભકતો દર્શન કરવા માટે ચાલીને આવતા હોય છે. અહીં આ દિવસે મોટો લોક મેળો હોય છે. ચૈત્ર માસમાં ભકતોથી આ મંદિર ભરાયેલ હોય છે. આ ઉ૫રાંત વર્ષના તહેવારો જેવા કે દિવાળી, નૂતનવર્ષ, હોળી, રામનવમી, જેવા તહેવારોમાં અહીં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.

અનુકુળ દિવસ :

અઠવાડીયામાં મંગળવાર તથા શનિવાર મુખ્યના દિવસો છે. લોકો આ દિવસે વધારે પ્રમાણમાં દર્શન કરવા આવે છે.
અનુકુળ સમય :

ભુરખીયા મંદિર લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અનુકુળ સમયમાં વર્ષના દરેક દિવસે આ મંદિરે જઈ શકાય છે. ચોમાસામાં, ઉનાળામાં કે શિયાળામાં ભુરખીયા મંદિરે ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી. રોડ સારો અને વાહન વ્યવહાર સુવ્યવસ્થિત હોય આખુ વર્ષ અનુકુળ ગણાય છે.

Leave a Reply