અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે

અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, આવતી કાલે નવા મુખ્યમંત્રીની થઇ શકે છે જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીના રાજીનામા સાથે હવે નવા મુખ્યમંત્રી અંગે અટકળો શરૂ થઇ ગઇ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહે આજે રાત્રે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે.

તેઓ ગુજરાતની રાજનીતિ પર નજીકથી નજર રાખશે.
ઉલ્લેખનિય છેકે આવતીકાલે બપોરે કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં પક્ષના નવા નેતાને ચૂંટી કાઢવામાં આવશે.

આ સાથે નવા મુખ્યમંત્રીની રેસ પણ શરૂ થઇ ગઇ છે અને મોવડી મંડળે અગાઉથી જ વિજય રૂપાણીના રિપ્લેસમેન્ટનું નામ નિશ્ર્ચિત કરી દીધુ હશે તેવો સ્પષ્ટ સંકેત છે.
પક્ષના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતમાં હતા તેવું પક્ષના સુત્રોએ જણાવ્યું હતું અને કમલમમાં તેઓ બેઠકોનો દૌર ચલાવ્યો હતો. આવતીકાલે જ પક્ષના ધારાસભ્યો સમક્ષ પહેલાથી નક્કી કરેલું નવું નામ જાહેર કરવામાં આવશે.

 

સુત્રોના જણાવ્યા અનુસાર આગામી મુખ્યમંત્રી પાટીદર હશે.

ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી નવા કોણ હશે તે મુદ્દે ગોરધન ઝડપિયા અને બીજુ નામ મનસુખભાઇ માંડવિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.
આ ઉપરાંત સીઆર પાટીલ, નીતિન પટેલ અને પુરૂષોત્તમ રૂપાલાનું નામ પણ રેસમાં છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકે કોઇ ઓબીસી નેતાની પસંદગી કરાઇ શકે છે. તથા બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે આદીવાસી સમાજના નેતાની જાહેરાત થઇ શકે છે.
Source link

Leave a Reply