Abbakka Chowta

રાણી “અબક્કા ચૌટા” (Abbakka Chowta) ની શૌર્યતા ઈ. સ 1525-1570

રાણી “અબક્કા ચૌટા” (Abbakka Chowta ) ની શૌર્યતા ઈ. સ 1525-1570

16 મી સદીના ઉત્તરાર્ધમાં પોર્ટુગીઝ સામે લડનાર રાણી અબ્બક્કા ચોવટા (Abbakka Chowta) ઉલ્લાલની પ્રથમ તુલુવા રાણી હતી. તે ચૌતા વંશની હતી જેણે દરિયાકાંઠાના કર્ણાટક (તુલુ નાડુ), ભારત પર શાસન કર્યું હતું. તેમની રાજધાની પુટ્ટીજ હતી.
પોર્ટુગીઝોએ ઉલ્લાલને વ્યૂહાત્મક રીતે મુકવા માટે તેને પકડવાના ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ અબ્બાક્કા (Abbakka Chowta) એ ચાર દાયકાઓ સુધી તેમના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યા. તેની બહાદુરી માટે, તે અભય રાની (નીડર રાણી) તરીકે જાણીતી થઈ.તે વસાહતીવાદ સામે લડનાર સૌથી વહેલા ભારતીયોમાંની એક હતી અને કેટલીક વખત તેને ‘ભારતની પ્રથમ મહિલા સ્વાતંત્ર્ય સેનાની’ તરીકે ગણવામાં આવે છે.
કર્ણાટક રાજ્યમાં, તેણી રાણી કિટ્ટુર ચેન્નમ્મા, કેલાડી ચેન્નમ્મા, રાણી ચેન્નભૈરાદેવી અને ઓનાકે ઓબાવા સાથે અગ્રણી મહિલા યોદ્ધાઓ અને દેશભક્તો તરીકે ઉજવવામાં આવે છે.
ચૌટાઓએ દિગંબરા જૈન બંટ સમુદાયની માતૃત્વ વારસાગત પદ્ધતિ (અલીયસંતના) ને અનુસરી હતી, જેના દ્વારા અબક્કાના કાકા તિરુમાલા રાયે તેને ઉલ્લાલની રાણીનો તાજ પહેરાવ્યો હતો.
તેમણે અબ્બક્કા માટે મેંગ્લોરમાં બંગા રજવાડાના રાજા લક્ષ્મપ્પા અરસા બાંગરાજા II સાથે વૈવાહિક જોડાણ પણ બનાવ્યું હતું. આ જોડાણ પાછળથી પોર્ટુગીઝ માટે ચિંતાનો સ્ત્રોત સાબિત થવાનું હતું.તિરુમાલા રાયે અબક્કાને યુદ્ધ અને લશ્કરી વ્યૂહરચનાના વિવિધ પાસાઓની તાલીમ પણ આપી હતી. જોકે, લગ્ન અલ્પજીવી રહ્યા અને અબ્બક્કા ઉલ્લાલ પરત ફર્યા.
તેના પતિ આ રીતે અબ્બક્કા સામે બદલો લેવા માંગતા હતા અને બાદમાં અબક્કા સામેની લડાઈમાં પોર્ટુગીઝો સાથે જોડાવાના હતા
Abbakka Chowta
એ સાલ હતી ઈ. સ. ૧પ૫૫ ની જયારે પોર્ટુગીઝ સેના કાલીકટ, બીજાપુર, દમણ, મુંબઈ પર કબજો જમાવીને ગોવા ને પોતાનું હેડક્વાર્ટર બનાવી ચૂકી હતી. સામે ટક્કર આપવા વાળું કોઈ સક્ષમ ન હોઈ તેમણે પુરાતન કપિલેશ્વર મંદિરને વિધ્વંસ કરીને તેની જગ્યાએ ચર્ચ સ્થાપિત કર્યું.
હવે તેમનું આગળનું નિશાન હતું મેંગલોર નું વ્યવસાયિક બંદર. પરંતુ તેમની બદકિસ્મતી એ હતી કે ત્યાંથી ફક્ત ૧૪ કિલોમીટર દૂર’ ‘ઉલ્લાલ’ રાજ્ય હતું. અને ત્યાંની શાસક હતી રાણી “અબક્કા ચૌટા”{ Abbakka Chowta }. જેની શૌર્યતા ભલભલા મહારથીઓ ને યુદ્ધમાં ધૂળ ચાટતા કરી દે તેવી હતી.
પોર્ટુગીઝોએ રાણી ને ખુબ ગંભીરતાથી ન લઈને ફક્ત થોડા સૈનિકો ને રાણીને બંધક બનાવવા મોકલ્યા. પરંતુ એમાંથી કોઈ પાછું ન આવ્યું. ક્રોધિત પોર્ટુગીઝોએ એડમિરલ ડોમ અલ્વેરો દ- સિલ્વીરા { Dom Alvaro da silveira } ના નેતૃત્વમાં મોટી સેના મોકલી. પરંતુ એડમિરલ ખાલી હાથે જખ્મી થઈને પાછો આવ્યો. ત્યારબાદ પોર્ટુગીઝોની ત્રીજી કોશિશ પણ નિષ્ફળ સાબિત થઈ.
Abbakka Chowta
આખરે પોર્ટુગીઝોની સેનાએ ચોથી વારના પ્રયાસમાં મેંગલોર બંદર જીતી લીધું. તેમનું માનવું હતું કે હવે રાણીના કિલ્લાને જીતવો આસાન હશે. પછી તેમણે જનરલ જાઓ પિક્સીટો { Jao peixoto } મોટી સંખ્યામાં સૈન્યબળ લઈને રાણીને બંધક બનાવવા નીકળી પડ્યો.
પરંતુ આ શું…..? આખો કિલ્લો ફરી વળ્યાં છતાં રાણીનો કે બીજા કોઈનો કંયાય અતો પત્તો ન હતો. પોર્ટુગીઝ સેના વગર લડયે કિલ્લા પર વિજય હાંસીલ થવાથી હર્ષોલ્લાસ માં આવી ગઈ. રાત્રે કિલ્લામાં તેઓએ જશ્ન મનાવ્યો. પોર્ટુગીઝોની સેના રાત્રિના જશ્નમાં ડુબેલી હતી કે અચાનક રાણી અબક્કા પોતાના ૨૦૦ ચુનંદા યોદ્ધાઓ સાથે તેમના પર ભુખ્યા સિંહની માફક તુટી પડી. તેમને હથિયારો લેવાનો પણ મોકો ન મળ્યો અને પોર્ટુગીઝોને તહસનહસ કરી નાંખ્યા.
વગર લડ્યે જનરલ અને અધિકાંશ પોર્ટુગીઝો માર્યા ગયા. બાકીનાઓએ આત્મસમર્પણ કરી દીધું. તે જ રાત્રે રાણી અબક્કા એ મેંગલોર બંદર પર હુમલો કર્યો. અને પોર્ટુગીઝ ચીફ ને મારીને બંદર ને મુક્ત કરાવ્યું.
Abbakka Chowta
હવે તમે અંત જાણવા માટે ઉત્સુક હશો…..
રાણી અબક્કા ના દેશદ્રોહી પતિએ પોર્ટુગીઝો પાસેથી પુષ્કળ ધન લઈને રાણીને પકડાવી દીધી અને જેલમાં રાણી વિદ્રોહ દરમ્યાન ઈ. સ. ૧૫૭૦ માં મોતને ભેટી. { જન્મ ઈ. સ. ૧૫૨૫ }એક એવી વીરાંગના કે જે ત્રણ દાયકા સુધી વિદેશી આક્રાંતાઓ સામે ઝઝુમતી રહી. છતાં પણ આપણામાંથી ઘણાએ રાણી અબક્કા ચૌટા વિશે લગભગ સાંભળ્યું કે વાંચ્યું નહીં હોય. આપણા પાઠયપુસ્તકો પણ ચુપ છે…. શું કારણ છે…?? જો આ રાણીએ યુરોપ કે અમેરિકામાં જન્મ લીધો હોત તો તેના પર કેટલાયે પુસ્તકો લખાયા હોત. અને તેના નામ પર કેટલાયે રોડ રસ્તા અને કદાચ તેના નામ પરથી એકાદ શહેરનું નામ પણ હોત.. પરંતુ અફસોસ….
કોઈ એ સાચું જ કહ્યું છે કે……
”’ हमें हमारे गौरवपूर्ण इतिहास से जानबूझ कर वन्चित रखा गया है। हमारी १००० वर्ष की दासता अपने ही देशवासियों (भितरघातियों) के विश्वासघात का परिणाम है। दुर्भाग्य से यह आज भी यथावत है”’….🙏

Leave a Reply