તાલિબાનોએ અમરૂલ્લા સાલેહના ઘર પર કબ્જો કર્યો, સાલેહના ભાઈની પંજશીરમાં હત્યાનો દાવો


સાલેહનું ઘર કબ્જે કર્યું

અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં હજુ પણ ભીષણ લડાઈ ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમરૂલ્લાગ સાલેહના મોટા ભાઈ રોહુલ્લાહસાલેહની તાલિબાન આતંકવાદીઓએ હત્યા કરી છે. રિપોર્ટ અનુસાર અમરૂલ્લા સાલેહનો ભાઈ પંજશીરથી કાબુલ જઈ રહ્યો હતો અને તે દરમિયાન તેને પકડવામાંઆવ્યો હતો. કેટલાક અહેવાલો કહે છે કે, અમરુલ્લાહ સાલેહના મોટા ભાઈને હત્યા પહેલા ઘણો ત્રાસ આપવામાં આવ્યો હતો.

તાલિબાને એક તસવીર બહાર પાડી છે,જેમાં તેનો આતંકવાદી તે જ જગ્યાએ બેઠો છે, જ્યાંથી અમરૂલ્લાહ સાલેહે ગયા મહિને એક વીડિયો જાહેર કર્યો હતો કે, તે હજુ પણ પંજશીરમાં છે. સોશિયલ મીડિયા પરકહેવામાં આવ્યું છે કે, તાલિબાનોએ અમરુલ્લાહ સાલેહ જે જગ્યાએ રહેતા હતા, તે સ્થળની લાઇબ્રેરીને કબ્જે કરી છે.

પંજશીર પર વિજયનો દાવો

પંજશીર પર વિજયનો દાવો

તાલિબાનોએ ભૂતકાળમાં અનેક પ્રસંગોએ પંજશીર પર જીતનો દાવો કર્યો હતો, પરંતુ તાલિબાનના દાવાઓને નોર્થન એલાયન્સ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા અનેસ્વતંત્ર સૂત્રોનું કહેવું છે કે, પંજશીરની ખીણમાં હજુ પણ ભીષણ લડાઈ ચાલી રહી છે.

કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાન સામે લડતા પ્રતિકારમોરચાએ પ્રાંત છોડી દેવા માટે પંચશીર પરિવારોને ત્રણ દિવસનો સમય આપ્યો છે. કારણ કે તેમને યુદ્ધના બીજા રાઉન્ડની તૈયારી કરી રહ્યા હતા. તાલિબાન પણઅહેવાલ મુજબ પંજશીરના રહેવાસીઓને સલામત રીતે પસાર થવા દેવા સંમત થયા છે.

બંને પક્ષે ભારે નુકસાન

બંને પક્ષે ભારે નુકસાન

રિપોર્ટ અનુસાર તાલિબાન અને નોર્થન એલયન્સ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંને પક્ષોને ભારે નુકસાન થયું છે. આ સાથે જ નોર્થન એલાયન્સે કહ્યું છે કે, પાકિસ્તાનીએરફોર્સ પણ તાલિબાન સાથે લડી રહી છે. પંજશીરની ખીણમાં પાકિસ્તાની વાયુસેનાના હેલિકોપ્ટરની તસવીર પણ સામે આવી હતી અને અહેવાલ મુજબ પાકિસ્તાનવાયુસેનાએ ઉત્તરી ગઠબંધન પર પંજશીરની ખીણમાં હુમલો કર્યો હતો અને તાલિબાની આતંકવાદીઓ પંજશીરમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા.

ગયા રવિવારે રાષ્ટ્રીયપ્રતિકાર મોરચાના પૂર્વ પ્રવક્તા ફહીમ દષ્ટિની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી લડાઈ ઉગ્ર બન્યા બાદ લોકો પંજશીરથી નીકળી રહ્યા છે. કાબુલભાગી ગયેલા લોકોએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે, તાલિબાને પ્રાંતને તમામ માનવીય સહાયતા બંધ કરી દીધી હોવાથી પાંજશીરમાં લોકો ભૂખે મરશે.

અમરૂલ્લા સાલેહ ક્યાં છે?

અમરૂલ્લા સાલેહ ક્યાં છે?

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પંજશીર પ્રતિકાર નેતા અમરૂલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે, સાલેહે તાજેતરમાં જપંજીશીરનો એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે ત્યાં જ છે અને દેશ છોડ્યો નથી, પરંતુ રાતથી પાકિસ્તાને પંજશીર પર હુમલો કર્યોત્યારથી અમરૂલ્લા સાલેહના કોઈ સમાચાર નથી.

તાલિબાને વચગાળાની સરકારની જાહેરાત કર્યાના એક દિવસ બાદ બુધવારના રોજ તાજિકિસ્તાનમાં હકાલપટ્ટીકરાયેલા અફઘાન સરકારના રાજદૂતે પુષ્ટિ કરી કે મસૂદ અને અમરૂલ્લાહ સાલેહ તાલિબાનના દાવા મુજબ તાજિકિસ્તાનમાં નહીં પણ અફઘાનિસ્તાનમાં છે. રાજદૂતે કહ્યુંહતું કે, ‘અહમદ મસૂદ અને અમરૂલ્લાહ સાલેહ તાજિકિસ્તાન ભાગી ગયા નથી. અહેમદ મસૂદ પંજશીર છોડવાના સમાચાર સાચા નથી, તે અફઘાનિસ્તાનની અંદર છે. હુંઅમરૂલ્લા સાલેહ સાથે સતત સંપર્કમાં છું, જે હાલમાં પંજશીરમાં છે.Source link

Leave a Reply