આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ!


Gujarat

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઑનલાઈન બેઠક યોજાઈ હતી. રાહત નિયામકે આ ઓનલાઈન બેઠકમાં જણાવ્યુ હતુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૨૩ જિલ્લાના ૮૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૈાથી વધારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૫૧ એમએમ વરસાદ નોંધાયો છે. રાજયમાં ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ૫૮૧.૬૧ મીમી કુલ વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મીમીની સરખામણીએ ૬૯.૨૪% છે.

આ બેઠકમાં હવામાન વિભાગ તરફથી જણાવાયુ કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ,વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દેવભુમી દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ,અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. ૧૭ થી ૧૮ સપ્ટેમ્બર ઉતર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દેવભુમી દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના છે. ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ૧૮ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ સંભાવનાને જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે તો NDRF અને SDRF ની ટીમોને એલર્ટ રહેવા સૂચના આપવા પણ જણાવ્યું હતુ.

કૃષિ વિભાગ તરફથી જણાવાયુ કે, ચાલુ વર્ષે અંદાજીત ૮૨.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર ૧૩ સપ્ટેમ્બર સુધીમાં થયેલુ છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૫.૧૨ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૬.૮૨% વાવેતર થયુ છે.

આ બેઠકમાં સરદાર સરોવર ઓર્થોરીટી તરફથી માહિતી અપાઈ હતી કે, હાલ સરદાર સરોવરમાં ૧,૭૬,૫૫૮ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૨.૮૫% છે.

સિંચાઇ વિભાગ તરફથી જણાવાયું કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૭૫૩ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૧.૫૩% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ ૬૫ જળાશય, એલર્ટ ૫ર કુલ ૦૫ જળાશય અને 13 જળાશય વોર્નિંગ પર છે.

રાજયમા હાલ એનડીઆરએફની કુલ ૧૫ ટીમમાંથી ૧૩ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી ૧ વલસાડ, ૧ સુરત, ૧ નવસારી, ૨ રાજકોટ, ૧ ગીરસોમનાથ, ૧ અમરેલી, ૧ ભાવનગર, ૧ જૂનાગઢ, ૨ જામનગર, ૧ બોટાદ, ૧ મોરબી ખાતે ડીપ્લોય કરાઈ છે. ૧ ટીમ વડોદરા અને ૧ ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત ભટીંડા પંજાબથી આવેલ ૦૫ ટીમ પૈકી ૧ રાજકોટ, ૧ પોરબંદર, ૧ દેવભુમી દ્વારકા, ૨ ટીમ જામનગર ખાતે ડીપ્લોય કરાઈ છે.

ઇસરો, એસડીઆરએફ, ફોરેસ્ટ વિભાગ, આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જીએમબી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જીએસઆરટીસી, ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગ તથા માહીતી ખાતાના અધિકારીઓ મીટીંગમાં હાજર રહ્યા હતા અને ભારે વરસાદની સંભાવના અંગે IMD ની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

રાહત કમિશનર અને અધિક સચિવ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાવાળા જિલ્લાઓમાં રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અધિકારીઓને સૂચના આ૫વામાં આવી હતી તેમજ સૈારાષ્ટ્ર તેમજ અન્ય ઝોનમાં ડેમ ઓવરફલો થવાની વોર્નિગ સિંચાઇ વિભાગ દ્વારા એડવાન્સ મોકલવામાં આવે તથા સંબંધિત જિલ્લામાં ૫ણ એલર્ટની વોર્નિગ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અધિકારીને સૂચના આ૫વામાં આવી હતી.

English summary

Heavy rains expected in Junagadh, Rajkot and Valsad, Weather Watch Group meeting hel

Story first published: Tuesday, September 14, 2021, 22:13 [IST]Source link

Leave a Reply