અસદુદ્દીન ઓવૈસી સામે ભડકાઉ ભાષણ માટે FIR, કોરોના નિયમોના ઉલ્લંઘનનો પણ આરોપ


India

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

બારાબંકીઃ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને આયોજક મંડળ સામમે બારાબંકીના પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઓવેસી પર મંજૂરી વિના જનસભા કરવા તેમજ ધાર્મિક ભાવનાઓ ભડકાવવા, કલમ 144 તેમજ કોવિડ-19 તેમજ મહામારી અધિનિયમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કેસમાં ઓવૈસી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે અભદ્ર ટિપ્પણી કરવાનો પણ આરોપ છે.

મંજૂરી વિના જનસભા કરવાનો આરોપ

તમને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી યુપીના પ્રવાસે છે. ગુરુવારે ઓવૈસી બારાબંકી પહોંચ્યા હતા અને જનસભાને સંબોધિત કરી હતી. માહિતી મુજબ ઓવૈસીને નગરના મુહલ્લા કટારામાં ચૌધરી ફેઝ ઉર-રહેમાનના ઘરે ચા-નાશ્તાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેમણે મોટી જનસભાને સંબોધિત કરી. આને લઈને દરિયાબાદ ધારાસભ્ય સતીશ ચંદ્ર શર્માએ અપર મુખ્ય સચિવ ગૃહને અસદુદ્દીન ઓવૈસી તેમજ કાર્યક્રમ આયોજકો સામે એફઆઈઆર કરાવવાની માંગ કરી હતી. તેમણે આની નકલ ડીએમ તેમજ એસપીને પણ મોકલી દીધી. ત્યારબાદ ધારાસભ્યએ ડીએમ તેમજ એસપી સાથે વાત કરી.

સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની કોશિશનો આરોપ

ધારાસભ્ય સતીશ શર્માએ અપર મુખ્ય સચિવને લખેલા પત્રમાં લખ્યુ છે કે ગુરુવારે કટરા મુહલ્લામાં મંજૂરી વિના મીટિંગ કરીને ઓવૈસીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર રામસનેહીઘાટમાં 100 વર્ષ જૂની મસ્જિદ શહીદ કરવાનો આરોપ લગાવ્યો છે, જે નિંદનીય તેમજ સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાનો આરોપ છે જ્યારે ગેરકાયદે ઢાંચાને બંધારણીય પ્રક્રિયા હેઠળ પાડવાનો છે.

પોલિસે નોંધ્યો કેસ

બારાબંકીના પોલિસ સ્ટેશનમાં પ્રભારી નિરીક્ષક અમર સિંહે માહિતી આપીને જણાવ્યુ કે સિટી પોલિસ ચોકી પ્રભારી હરિશંકર સાહૂના જણાવ્યા મુજબ મંજૂરી વિના જનસભા કરવા તેમજ ધાર્મિક ભાવનાઓ ભડકાવવા, કલમ 144 તેમજ કોવિડ-19 તેમજ મહામારી અધિનિયમ હેઠળ અસદુદ્દીન ઓવૈસી અને આયોજક મંડળ પર કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એસડીએમ પંકજ સિંહે જણાવ્યુ કે મંજૂરી વિના જનસભા કરવા અને કોવિડ-19ના નિયમોના ઉલ્લઘન સહિત અન્ય વાતો સામે આવી છે. કાર્યક્રમના વીડિયો અને ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ રાતે લગભગ સાડા 10 વાગે પોલિસ સ્ટેશન પ્રભારી નિરીક્ષકે રિપોર્ટ નોંધાયાની માહિતી આપી.

અસદુદ્દીન ઓવૈસી યુપીના પ્રવાસે છે. ગુરુવારે ઓવૈસી બારાબંકી પહોંચ્યા હતા અને જનસભાને સંબોધિત કરી હતી. માહિતી મુજબ ઓવૈસીને નગરના મુહલ્લા કટારામાં ચૌધરી ફેઝ ઉર-રહેમાનના ઘરે ચા-નાશ્તાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેમણે મોટી જનસભાને સંબોધિત કરી. આને લઈને દરિયાબાદ ધારાસભ્ય સતીશ ચંદ્ર શર્માએ અપર મુખ્ય સચિવ ગૃહને અસદુદ્દીન ઓવૈસી તેમજ કાર્યક્રમ આયોજકો સામે એફઆઈઆર કરાવવાની માંગ કરી હતી. તેમણે આની નકલ ડીએમ તેમજ એસપીને પણ મોકલી દીધી. ત્યારબાદ ધારાસભ્યએ ડીએમ તેમજ એસપી સાથે વાત કરી

English summary

FIR filed against Asaduddin Owaisi for making indecent remarks on PM Modi and CM Yogi.Source link

Leave a Reply