અમદાવાદ:  ખોદકામમાં સોનાના મણકાની ચેઇન મળી છે, તેવું કહી ગઠિયો પધરાવી ગયો ખોટી માળા, વેપારીએ લાખો ગુમાવ્યા

અમદાવાદ:  ખોદકામમાં સોનાના મણકાની ચેઇન મળી છે, તેવું કહી ગઠિયો પધરાવી ગયો ખોટી માળા, વેપારીએ લાખો ગુમાવ્યા

અમદાવાદ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે અને લાલચ બુરી બલા હે આ કહેવતો માત્ર લોકોના મોઢે જ વળગેલી હોય તેમ લાગી રહ્યું છે. લોકો આ કહેવત જાણે છે અને તેનો અર્થ પણ સમજે છે છતાંય જ્યારે કોઈ વ્યક્તિ લાલચ આપે ત્યારે તેઓ તેમાં ફસાઈ જતા હોય છે અને બાદમાં છેતરપિંડીનો (fraud) ભોગ બનતા હોય છે. આવો જ એક કિસ્સો શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં (chandkheda Police station) નોંધાયો છે. જેમાં એક વેપારીના ત્યાં ગ્રાહક બનીને મજૂરના વેશમાં એક વ્યક્તિ આવ્યો અને તેને ખોદકામ દરમિયાન એક સોનાની મણકાવાળી ચેઇન મળી હોવાનું જણાવી સસ્તામાં આપવાની આ વેપારીને લાલચ આપી હતી. ભાવતાલ કરતા કરતા આ વેપારીએ અઢી લાખમાં ડિલ નક્કી કરી હતી. પણ બાદમાં જોયું તો અઢી લાખ લઈ ફરાર થઈ જનાર ગઠિયો નકલી ચેઇન પધરાવી ગયો હતો. જેથી તેઓએ આ મામલે ચાંદખેડા માં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

ખોદકામમાં સોનાની ચેઇન મળી

શહેરના સાબરમતીમાં રહેતા ઋષભભાઈ શાહ ન્યુ સીજી રોડ ખાતે કપડાંની દુકાન ધરાવી વેપાર કરે છે. બેએક માસ પહેલા આશરે 50 વર્ષની આસપાસનો એક વ્યક્તિ નવજાત બાળક માટે ઝભલું જોઈએ છે તેમ કહી ગ્રાહક તરીકે આવ્યો હતો. બાદમાં તેની પાસે ઓછા પૈસા હોવાનું કહેતા ઋષભભાઈએ તેને ઓછા દરે કપડાં આપ્યા હતા.  બાદમાં બે દિવસ રહીને ફરી આ વ્યક્તિ આવ્યો હતો જેણે જણાવ્યું કે, તે એક વોરાના ત્યાં ખોદકામ કરતો હતો ત્યારે તેને સોનાના મણકાવાળી એક ચેઇન મળી હતી. પોતે મજૂર હોવાથી આ ચેઇન વેચી શકે તેમ નથી જેથી તમે સસ્તા ભાવે વેચી આપો તેવું ઋષભભાઈને કહ્યું હતું.
મણકો આપીને ખરાઇ પણ કરાવી

બાદમાં આ વ્યક્તિએ એક મણકો આપી ખરાઈ કરવાનું કહ્યું હતું. જેથી ઋષભભાઈએ ખરાઈ કરાવતા તે મણકો સાચો હતો. બાદમાં પોતાની પાસે આખી ચેઇન છે તેમ કહી અવાર નવાર ઋષભ ભાઈની દુકાને આવતો હતો. બાદમાં આ વ્યક્તિએ 10 લાખમાં મણકાની ચેઇન વેચવાનું કહેતા ઋષભ ભાઈએ આટલા રૂપિયા ન હોવાથી અમુક મણકા માંગ્યા હતા. પણ આ વ્યક્તિએ આખી ચેઇન વેચવાનું કહેતા ઋષભભાઈએ એક લાખમાં ચેઇન આપવાનું કહ્યું હતું.
ગઠિયો રૂપિયા લઇને ભાગી ગયો

જોકે આ વ્યક્તિએ એક લાખની મનાઈ કરતા આખરે અઢી લાખમાં ડિલ નક્કી કરી હતી. બાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવીને ઋષભભાઈ અને આ વ્યક્તિએ મણકાવાળી ચેઇન અને અઢી લાખ એકબીજાને આપ્યા હતાં. ઋષભભાઈ થેલી ખોલીને જોતા હતા ત્યાં રોડ પર ના જુવો તેમ કહી આ ગઠિયો અઢી લાખ લઈ ગયો હતો. ઋષભભાઈએ દુકાને જઈને જોયું તો આ ચેઇન ખોટી નીકળી હતી. સમગ્ર બાબતને લઈને આરોપી વિરુદ્ધ ઋષભભાઈએ ચાંદખેડામાં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે આ ઠગબાજને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Source link

Leave a Reply